Coronavirus: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 23 હજારને પાર, 718 લોકોએ જીવ ગુમાવ્યા
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે જેના કારણે સરકારની ચિંતા વધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 718 થયો છે. જો કે રાહતના સમાચાર એ છે કે 4749 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1684 કેસ જોવા મળ્યા છે. જ્યારે 37 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે જેના કારણે સરકારની ચિંતા વધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 718 થયો છે. જો કે રાહતના સમાચાર એ છે કે 4749 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1684 કેસ જોવા મળ્યા છે. જ્યારે 37 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.
કોરોનાના પ્રકોપ વચ્ચે મળ્યા સારા સમાચાર, દેશના આ 3 રાજ્ય વાયરસના સંક્રમણથી થયા સંપૂર્ણ મુક્ત
આ બાજુ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2248 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1953 લોકોના સેમ્પલ લેવાયા હતાં જેમાંથી 128 કોરોના પોઝિટિવ નીકળ્યાં. દિલ્હીના જહાંગીરપુરીમાં એક જ ગલીના 46 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યાં. તપાસ રિપોર્ટ આવ્યાં બાદ એચ બ્લોકની ગલીને સીલ કરી દેવાઈ છે. દિલ્હીમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને 92 થઈ છે.
દિલ્હીમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ ગલીમાંથી વાયરસના 46 કેસ આવતા વિસ્તાર સીલ
મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 5652 થઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 778 કેસ સામે આવ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 269 થઈ છે. નાગપુરમાં એક વ્યક્તિથી 56 લોકોને કોરોના ફેલાવવાનો મામલો સામે આવ્યો છે. 5 એપ્રિલના રોજ 68 વર્ષના એક વ્યક્તિના મોત બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારના લોકોનો ટેસ્ટ કરાયો તો તે બધા કોરોના પોઝિટિવ નીકળ્યાં.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube